વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ પીજીવીસીએલ તંત્ર આમ તો ચર્ચાઓમાં જ રહ્યું છે તંત્રની કામગીરી ની ચર્ચાઓ ગાંધીનગર સુધી પહોંચી છે આ તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓ કેટલી સારી કામગીરી કરી રહ્યા છે તેની ફરિયાદ ગાંધીનગરના ઉર્જા મંત્રી સુધી પહોંચી ચૂકી છે ત્યારે સુધારવાનું નામ ન લેતા આ તંત્રના કર્મચારીઓ તેમજ અધિકારીઓના પાપથી કંટાળી ઉદ્યોગકારોએ આજે કચેરી ખાતે દોડી જઈ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી
વિસામો ફીડર વારંવાર બંધ કરવામાં આવે છે જેની ઉદ્યોગકારોને જાણ કરવામાં આવતી નથી, આ ફીડર ની અંદર પ્લાસ્ટિકની ફેક્ટરી સહિત અલગ અલગ ફેક્ટરીઓ આવેલી છે જેમાં મશીન નું ટેમ્પરેચર 350 ડિગ્રી સુધી લેવાનું હોય ત્યારે વારંવાર વીજ કાપથી ટેમ્પરેચર લેવા માટે દોઢ કલાક જેટલો સમય લાગે છે જેના કારણે મોટું બિલ આવતું હોય અને આ તંત્રના વાકે આ ઉદ્યોગકારો દરરોજ હજારો રૂપિયાની નુકસાની વેઠી રહ્યા છે
જ્યારે સરકાર તેમજ તંત્ર સેવ એનર્જી સેવ નેશન નું અભિયાન ચલાવી રહ્યા છે તેવામાં આ અભિયાન હળવદ તંત્રને લાગુ ન પડતું તેવું તંત્ર વર્તન કરી રહ્યું છે વધુમાં આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટ્રાન્સફોર્મર પણ ટાઈમસર મળતા નથી સાત આઠ કલાક સુધી પાવર ન આવવાને કારણે માલ ફેંકી દેવાની નોબત આવે છે વારંવાર રજૂઆત કરવા છતાં આ નીંભર તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાંભળતા નથી ઉપરોક્ત મુદ્દાનો તાત્કાલિક ધોરણે નિવારણ નહીં આવે તો અમારી ફેક્ટરીને તાળા મારવાની પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં તેમજ જો તાત્કાલિક ધોરણે આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે જેની જવાબદારી તંત્રની રહેશ