થોડા દિવસ પહેલા જ જૂનાગઢ કડિયાવાડમાં ઈમારત ધરાશાઇ થતાં 4 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળક અને બે પુરૂષનો સમાવેશ થાય છે.રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય કરશે સ્વજન ગુમાવ્યા પછી ની સહાય તો મળે છે પણ સ્વજન નથી મળતા સરકારે આવી સહાય ન આપવી પડે તે માટે તંત્રે એ જર્જરિત ઇમારતોને તોડી પાડવી જોઈએ વ્હાલસોયા સ્વજન ગુમાવ્યા બાદ કોઈ પરિવાર ને સહાય રૂપી રૂપિયાની ભૂખ હોતી નથી તેથી તંત્રએ આવી ઇમારતો ની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે
મોરબીમાં અનેક વિસ્તારોમાં ઇમારતો જર્જરિત હાલત માં છે તેમ છતાં તંત્ર ને કદાચ ધ્યાનમાં નહીં આવી રહ્યું હોય મોરબીના અનેક વિસ્તારો છે જેમાં જુના બાંધકામો હવે પડવાની સ્થિતિ માં છે તંત્ર કોઈ ઘટના ઘટે ત્યાર બાદ જ ચોક્કસ આ કામગીરી કરશે !!
મૃત્યુ પામનાર ને તેની કિંમત મૃત્ય પછી ખબર પડે છે કે સરકાર તેની કિંમત સહાયના નામે 4 લાખ નક્કી કરે છે ખરેખર એ પરિવાર ના સહાય ની નહિ પણ તેના સ્વજનની જરૂર હોય છે પણ તંત્રની આળસ અને અવ્યવસ્થા ના લીધે અનેક બનાવો બંને છે જેમાં નિર્દોષ નો જીવ જાય છે પણ તે એક જીવ પાછળ સમગ્ર પરિવાર વેરવિખેર થઈ જાય છે
અધિકારીઓ પ્રજાહિતના કાર્ય કરવા માટે બેઠા છે પણ તેમની આળસ અનેક પરિવારના વેરવિખેર કરી નાખે છે સારા અધિકારી બની શ્રેષ્ઠ કામગીરી કરવાની બદલે આળસ અને ભ્રષ્ટાચાર માં ખદબદ રહેતા અધિકારીઓ અનેક પરિવારોને વેરવિખેર કરી નાખે છે
મોરબીમાં હાલમાં જેટલા પણ જર્જરિત બાંધકામો છે તેનું સર્વે કરીને તોડીપાડ જરૂરી છે નહીંતર આવનારો દિવસોમાં કોઈ મોટી ઘટના ઘટે તો તેનું જબાદાર માત્રને માત્ર મોરબી તંત્ર હશે