મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય છે. આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧-૦૮-૨૦૨૩ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.
આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને – સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને, સરકારના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.