મોરબી:કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને કાયદા અને સુરક્ષા વિશે માહિતગાર કરાઈ

મોરબી સ્ત્રી સુરક્ષા સંગઠન , હિન્દુ યુવા વાહિની અને પોલીસ પરિવાર અને પટેલ કન્યા છાત્રાલય દ્વારા સ્ત્રી જાગૃતિ અને સેલ્ફ ડિફેન્સ માટેની જાણકારી અને સમજ પૂરી પાડવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં 6000 દીકરીની હાજરીમાં સફળતા પૂર્વક કાર્યક્રમ કરાયો

PI પી. એચ. લગધીરકા, PI કે. જી. મોડ, ટ્રાફિક PSI ડી .બી .ઠક્કર અને PSI પી. આર. સોનારા તથા તેમની ટીમ મળીને વિદ્યાર્થીનીઓ ને SHE TEAM ની કામગીરી, પોક્સો, આઈ. પી. સી. ઘરેલુ હિંસા ના મહિલા લગતા કાયદાકીય જોગવાઈઓ, સેલ્ફ કોન્ફિડેન્સ ડેવલપમેન્ટ, સેલ્ફડિફેન્સ ટ્રીક્સ, સોશ્યિલ મીડિયાનો પ્રોપર ઉપયોગ, ટ્રાફિક એવોરનેસ તમામ બાબતોથી વિગતવાર માહિતી આપી હતી