હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ઋણ સ્વીકારનો કાર્યક્રમ યોજાયો

વિશાલ જયસ્વાલ હળવદ : માર્કેટિંગ યાર્ડ હળવદની ચૂંટણી આગામી તારીખ 27 જુલાઈના રોજ યોજવાની હતી જ્યારે ફોર્મ ભર્યા બાદ બની બેઠેલી કોંગ્રેસ પ્રેરીત પેનલે ફોર્મ પરત ખેંચી લેતા આ ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલના 10 વેપારી પેનલના ચાર તેમજ ખરીદ વેચાણ સંઘ પેનલ લાયક કુલ ૧૫ ડિરેક્ટરો ભાજપ પ્રેરિત પેનલોના બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જ્યારે તેઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો.

સૌપ્રથમ વિશ્વાસ માર્કેટથી લઈ હળવદના જાહેર માર્ગો પર થી પસાર થયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યારબાદ આ શોભાયાત્રા નો સમાપન માર્કેટિંગ યાર્ડ હળવદ ખાતે કરવામાં આવ્યું હતું શોભાયાત્રા બાદ માર્કેટિંગ યાર્ડ હળવદ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા , જિલ્લાના પ્રભારી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય ,મોરબી જિલ્લા પ્રમુખ ,મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય પૂર્વ એસટી ડિરેક્ટર તેમજ હળવદ શહેર ભાજપ પ્રમુખ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ભાજપના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ સંપૂર્ણ જાહેર કર્યો હતો