માળીયાની કુંતાસી પ્રાથમિક શાળામાં એક બાળ-એક ઝાડ,પર્યાવરણ ક્વિઝ,વનીકરણ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો અંતર્ગત 1111 વૃક્ષોનું વાવેતર.
મોરબી જિલ્લાની શ્રી કુંતાસી પ્રાથમિક શાળામાં દર વર્ષે જુલાઈ માસમાં વૃક્ષારોપણ અને એક બાળ-એક ઝાડ જેવા કાર્યક્રમો ઉજવી બાળકોને પર્યાવરણ જાણવણી વિશે જાગૃત કરવામાં આવે છે.જે અંતર્ગત ચાલુ વર્ષે વનવિભાગ અને સરકારી નર્સરીનાં સહયોગથી શાળાનાં વિશાળ મેદાનમાં ફેન્સિંગ સાથે એક હજાર એકસો અગિયાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
આ સાથે શાળાના દરેક બાળકને એક-એક ફળ ઝાડના રોપાનું વિતરણ કરી તેનો ઉછેર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સાથે બાળકોમાં પર્યાવરણ અવેરનેસ જાગે તે માટે પર્યાવરણલક્ષી એક ગ્રુપ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના પ્રાંગણમાં કરેલ વૃક્ષારોપણ માટે પિંજરાનું દાન શ્રી બી.કે.ઝાલરીયા-સમર્પણ લેમીનેટ તરફથી મળ્યું હતું.આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી સતિષભાઈ પનારા તેમજ સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.