મોરબી જીલ્લામાં ખેડુતનેતા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડીયાની ચતુર્થ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ મા ૬૩૫ બોટલ રક્ત એકત્રિત થયુ
સહકારી પ્રવૃત્તિ ના માધ્યમથી ખેડુતો માટે અનેક યોજનાઓ બનાવી ખેડુતોના હામી બન્યા તેમજ કન્યા કેળવણી માટે અધતન સંકુલના નિર્માણ કર્યા સાથે અનેક સામાજિક સંસ્થાઓ ની સ્થાપના કરી અને રાજકિય ક્ષેત્રે પણ મજબુતાઇ થી લોકોની સેવા કરી એવા આપણા સૌના પરમ વંદનીય ખેડુત નેતા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડીયા સાહેબ ની ચતુર્થ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી જીલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ નુ આયોજન કરવામાં આવ્યું જેમા મોરબી માર્કેટીંગ યાર્ડમાં સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.
મોરબી ખાતે સંસ્કાર બ્લડ બેંક ,મોરબી દ્વારા રકત એકત્રિત કરવામાં આવ્યું તેમજ ટંકારા તાલુકાના પ્રભુનગર(મિતાણા) શ્રી બહુચર વિધાલય ખાતે પણ સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન થયુ જેમા મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક રાજકોટ દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું સાથે વૃક્ષારોપણ નુ પણ આયોજન કરવામાં આવેલ .
મોરબી માર્કેટીંગ યાર્ડ મા રાજકોટ જીલ્લા બેંક ના વાઇસ ચેરમેન તેમજ સહકારી આગેવાન મગનભાઈ વડાવિયા તેમજ જીલ્લા બેંક ના સીઇઓ વી.એમ સખિયા તેમજ રાજકોટ જીલ્લા બેંકના મેનેજર પી.એલ બોડા દ્વારા દિપ પ્રાગટય કરી કેમ્પ ને ખુલ્લો મુકયો સાથે ગૌ.વા.વિઠલભાઇ રાદડીયાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. પ્રભુનગર (મિતાણા) ખાતે રાજકોટ જીલ્લા ના સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન ભવાનભાઈ ભાગિયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી ગૌ.વા.વિઠલભાઇ રાદડીયાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
આ તકે રકતદાતાઓને ભેટ અને સન્માનપત્ર પણ આપવામાં આવ્યા હતા.મોરબી સંસ્કાર બ્લડ બેંક દ્વારા ૨૬૪ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ તેમજ પ્રભુનગર(મિતાણા) ખાતે મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક રાજકોટ દ્વારા ૩૭૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ના સફળ બનાવવા મગનભાઈ વડાવિયા(વા.ચેરમેન RDC Bank), શ્રી ભવાનભાઈ ભાગિયા(ચેરમેન માર્કેટીંગ યાર્ડ મોરબી), અરવિંદભાઈ દુબરીયા (કારોબારી અધ્યક્ષ ટંકારા તાલુકા પંચાયત) , સહકારી આગેવાન કાનજીભાઈ ભાગિયા, ગણેશભાઈ નમેરા (મહામંત્રી ટંકારા તાલુકા), મંગળજીભાઇ સુવાગિયા(ક્રિશ્ના પેટ્રોલિયમ ત્રાજપર મોરબી), શ્રી બળવંતભાઈ કોટડીયા( પ્રમુખ મોરબી તાલુકા ખરીદ વેચાણ સંઘ),અમુતલાલ વિડજા (ડિરેક્ટર RDC bank)તેમજ નરેન્દ્રભાઇ સંધાત(ઉપ પ્રમુખ મોરબી સિરામિક મેન્યુ.એસોશિએસન), અનિલભાઈ વડાવિયા (ઉપપ્રમુખ મોરબી સિરામિક મેન્યુ.એસોશિએસન), ધનજીભાઈ કુંડારિયા (ડિરેક્ટર RDC bank), મયુરભાઈ દેવડા(સંરપચ મિતાણા), અમરશીભાઇ દેત્રોજા (મોરબી વિભાગ સેવા સહકારી મંડળી), સહકારી આગેવાન કેશુભાઈ રૈયાણી અને રાજકોટ જીલ્લા સહકારી બેંકના કર્મચારી તેમજ જીલ્લા ના સહકારી આગેવાનો તેમજ રાદડીયા પરિવાર ના શુભચિંતકો જોડાયા હતા