મોરબી શિવમ હોસ્પિટલના ડોક્ટરોએ દોઢ કીલોના બાળકની હાર્ડ ગણાતી કમરની ગાંઠનુ સફળ ઓપરેશન કર્યું

ચાર દિવસ અને માત્ર 1.9 કિલો વજનના બાળકની કમરમાં ચેતા તંત્રની દુર્લભ ગણાતી ગાંઠ જેને મેડિકલ ભાષામાં “Meningo-myelocele” – મેનીગો માઇલોસીલ કહેવાય છે, જેના કારણે પગમાં લકવો તથા ચેતા તંત્રમાં રસી થવાની શક્યતા છે, એનું શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સફળતા પૂર્વક ઓપેરશન કરવામાં આવ્યું હતું. મગજ, કરોડરજ્જુ અને મણકાના ઓપરેશન માટે લોકોને મોટા શહેરોમાં જવું પડતું હોય છે. પરંતુ હવે આપણા જ મોરબીમાં મગજ, કરોડરજ્જુ અને મણકાના ઓપરેશનની સારવાર શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શક્ય બની છે. એઈમ્સ હોસ્પિટલમાંથી ન્યુરોસર્જરીની ડિગ્રી મેળવેલ ડો રીધમ ખંડેરીયા સાહેબ હવેથી કુલ ટાઈમ 24 X 7 શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સેવા આપે છે.

તાજેતરમાં જ એક ચાર સિ અને માત્ર 1.9 કિલો વજન ધરાવતા બાળકની કરોડરજ્જુની ગાંઠનું ખૂબ જ જટિલ ઓપરેશન શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની ડોક્ટર ટીમ ડો. રીધમ ખંડેરીયા (ન્યુરોસર્જન), ડો.હાર્દિક ઘોડાસરા (સિનિયર અનેસ્થેટીસ્ટ), ડો.પ્રહલાદ ઉઘરેજા અને ડો.સાગર ખાનપરા (ઓર્થોપેડિક સર્જન), ડો.રવિ કોટેચા (જનરલ સર્જન) દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને ઓપરેશન પછીની NICUમાં સઘન સારવાર ડો.કરણ સરળવા (પીડીયાટ્રીક એન્ડ યુનેટોલોજિસ્ટ ) અને ડો.બ્રિજેશ કૈલા (સિનિયર ફિઝિયોથેરાપિસ્ટ) દ્વારા કરવામાં આવી હતી. જો કે આવા મેજર ઓપરેશનનો ખર્ચો ખૂબ જ વધારે થતો હોય છે પરંતુ બાળકના માતા પિતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.પ્રહલાદ ઉઘરેજા દ્વારા આ ઓપરેશનના ખર્ચમાં ખૂબ જ રાહત કરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત શિવમ્ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સરકારની વિવિધ યોજનાનો લાભ મળી રહે છે. વાહન અકસ્માત યોજના અંતર્ગત મફતમાં ફ્રેક્ચરના ઓપરેશન, માં કાર્ડ/ આયુષ્માન ભારત યોજના અંતર્ગત તદ્દન ફ્રીમાં થતા ઓપરેશન, સાંધા બદલવાના જોઇન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન, મણકા, કરોડરજ્જુ અને મગજના ઓપરેશન, એપેન્ડિક્સ,સારણગાંઠ, પિતાશયની પથરી, હરસ, મસા, ભગંદરના ઓપરેશન વધુ માહિતી માટે : ૯૭૨૭૫૨૭૫૫૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.