(વિશાલ જયસ્વાલ – હળવદ) ઘનશ્યામપુર કન્યા પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદ 2023-24 માટે શાળાના મુખ્ય બે હોદ્દા માટે લોકશાહી ઢબે ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 3 થી 8 ના કુલ 208 વિદ્યાર્થીનીઓએ મતદાન કર્યું હતું. જેના માટે શાળામાં મતદાન મથક બનાવવામાં આવ્યા હતા. આ ચૂંટણી ડિજિટલ વોટિંગ મશીન એપ્લિકેશન ની મદદ થી કરવામાં આવી હતી.
જે રીતે ભારત સરકાર ચૂંટણી માં EVM મશીનની મદદથી ચૂંટણી કરાવે છે.એવી જ રીતે સાચી ચૂંટણીનો અનુભવ કરાવ્યો હતો. આ ચૂંટણીમાં કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાંથી કુલ 2 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં શાળા પ્રમુખ સોનગ્રા કિંજલ રાઘવભાઈ અને શાળા મહામંત્રી મારિયા શિવાની ધારાભાઈ બનાવવામાં આવ્યા.
આમ બાળકોને દેશમાં થતી વિવિધ ચૂંટણીઓ તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત,નગરપાલિકા,વિધાનસભા તથા લોકસભાની સમજ પ્રત્યક્ષ રીતે થાય એટલા માટે શાળામાં બાળ સંસદનું સુંદર આયોજન ડિજિટલ એપ્લિકેશનની મદદથી કરવામાં આવ્યું હતું. વિજેતા થનાર બાળકોને શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ સોનગ્રા તથા સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.