મોરબી : શારિરીક અને માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો વિષે વાલીઓ માટે વિનામૂલ્ય સેમિનાર યોજાશે

સ્વ. વિનોદભાઈ સી. મણિયારના સ્મરણાર્થે રોટરી ક્લબ ઓફ મોરબી અને લાયોનેસ ક્લબ ઓફ મોરબીના સહયોગ થી ગીતાબેન પ્રકાશભાઇ દોશી દ્વારા આયોજીત

શુ આપનું બાળક સામાન્ય પ્રવુતિ જેમ કે, ચાલી, બેસી કે શારીરિક બેલેન્સ નથી રાખતું? બાળક ને ભણવામાં, બોલવામાં તકલીફ છે ? આપના બાળક નું નિદાન આ તકલીફ નું છે જેમ કે મેન્ટલી રીટ્રાડેડ, ઓટીઝ્મ ,લર્નિંગ ડીસેબિલિટી, સેરેબ્રલ પ્લસી, ડાઉન સીનન્ડ્રોમ કે ડીકલેસિયા ?

આ સેમિનાર માં આપના બાળકની સાર સંભાળ વિશે મોરબીનાં જાણીતા ફેકલ્ટી ડો. હેમા પટેલ (Gynecologist), ડૉ. અમિત ઘુલે (Pediatrician) અને ડૉ.નીતિન અગ્રવાલ (Physiotherapist) દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

તા. ૫/૮/૨૦૨૩ સમય: સાંજે ૪ થી ૬. સ્થળ: સંસ્કાર ઇમેજિન સેન્ટર, GIDC પાછળ, શનાળા રોડ, શનિવાર આ વિનામૂલ્ય સેવા સેમિનારમાં વહેલાં તે પહેલાં ના ધોરણે રજિસ્ટ્રેશન કરાવવા માટે સંપર્ક કરો નીલા છનીયારા 9428280599 અને સ્વાતિ પોરિયા 9824106461.