વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ ને ૭.૫૧ લાખ સહિત શાળા, સ્મશાન સહિત લાખોનું દાન કરી વનપ્રવેશને યાદગાર બનાવ્યો

(પંડયાજી વાંકાનેર) : મૂળ જસદણના વતની વાંકાનેર ને કર્મભૂમિ બનાવી માત્ર ૧૭ વર્ષની વયે પિતાના વ્યવસાય મા જોડાઈ એક બાદ એક એમ તેમના જીવનના ૫૦ વર્ષમાં છ ફેકટરી ની સ્થાપના સુધીની સફર સિદ્ધ કરનાર યુવા ઉદ્યોગપતિ અને વાંકાનેર પંથકમાં ભામાશા તરીકે ઓળખાતા પ્રજ્ઞેશભાઈ પટેલે આજે ૫૧ મા વર્ષના વનપ્રવેશને લાખોનાં દાનની સરવાણી વહાવી યાદગાર બનાવ્યો હતો.

પ્રજ્ઞેશભાઈ દ્વારા આજે જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષા રોપણ, ગાયત્રી મંદિર દ્વારા ચાલતી શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ થી વધુ બાળકોને ગિફ્ટ , પાંજરાપોળ ને ૭.૫૧ લાખ , શહેરના બે સ્મશાનને માતબર રકમની દાનની સરવાણી વહાવી હતી.

પ્રજ્ઞેશભાઈ પટેલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ , વાંકાનેર એજ્યુકેશન સોસાયટીમા ટ્રસ્ટી , પાંજરાપોળનાં સેક્રેટરી , સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય, વાંકાનેર પાટીદાર સેવા સમાજના પ્રમુખ, ઉમિયાધામ સીદસરનાં ટ્રસ્ટી જેવા અનેક હોદાઓ સંભાળી રહ્યા છે સાથે જ છ ફેકટરી નો કારભાર સંભાળી રહ્યા છે. તેઓ ૪૦૦ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી સફળ ઉદ્યોગપતિ સાબિત થયા છે.

તેમના જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જસદણ સિરામિક ઉદ્યોગની કોર્પોરેટ ઓફિસ ખાતે રાખવામાં આવ્યું હતુ જ્યા શહેરના સંતો મહંતો સમાજના શ્રેષ્ઠીઓ, ધાર્મિક અગ્રણીઓ , વેપારીઓ તથા પ્રજાજનો પટેલને શુભકામના પાઠવવા ઉમટી પડયા હતા.