મોરબી : પાણીના ટાંકામાં ફસાયેલા મોરનું સફળ રેસ્ક્યુ કરાયું

મોરબી નગરપાલિકા ના પંચાસર રોડ ઉપર આવેલા એસટીપી પ્લાન્ટના ખુલ્લા પાણીના ટાંકામાં સવાર 10.45 વાગ્યે એક મોર પડી ગયેલ હતો

જેની જાણ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ ને થતા તુરંત જ ઘટના સ્થળે ટીમ રવાના કરી મોરનું સફળતાથી રેસ્ક્યુ કરેલ અને વન વિભાગ ને જાણ કરેલ તથા વન વિભાગ દ્વારા મોરને સુરક્ષિત જગ્યાએ લઈ ગયેલ.