વાંકાનેર શહેર યુવા પ્રમુખ દ્વારા વિરમ કલેક્શનનું ઉદઘાટન કરાયું

વાંકાનેર : શહેરમાં અનેક વિધ સેવાકીય તથા ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા યુવાઓ માટે આઇકોન શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા તારીખ ૧.૮.૨૦૨૩ ના રોજ વાંકાનેર શહેરમાં જકાતનાકા ગોલ્ડન પોઇન્ટની સામે વિરમ કલેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ઉદઘાટન પ્રસંગે શો રૂમ માલિક વિશાલભાઈ દ્વારા જયેન્દ્રસિંહનુ ફુલહાર પહેરાવી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.