ભારે કરી…કપડા ધોવા બાબતે માથાકૂટ થતા ચાર લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

(રિપોર્ટર – પંડયાજી : વાંકાનેર) : વાંકાનેરમાં મચ્છુ નદીમા મહિલાઓના કપડા ધોવાના ઘાટથી દૂર જવા કહેતા એક પુરુષ ત્રણ મહિલાઓ સહિત ચાર શખ્સોએ મહિલાને ધોકાવી નાખી ભોગ બનનાર મહિલાએ એક પુરુષ અને ત્રણ મહિલાઓ વિરૂદ્ધ શહેર પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા જસ્મીનબેન શક્તિભાઇ ઝાલાવાડીયા, ઉ.30 તેમના બહેનપણી સાથે મચ્છુનદીમાં કપડાં ધોવા ગયા હતા ત્યારે આરોપી હશનભાઈ નામનો શખ્સ બાઈક લઈને નદીએ આવતા જસ્મીનબેને આ શખ્સને અહીં મહિલાઓ કપડાં ધોતા હોય ન આવવા કહેતા હસનભાઈએ જસ્મીનબેનના વાસામા પાઇપ ફટકારી દઈ બાદમાં હસનભાઈએ તેની પત્ની, માતા અને અન્ય એક શખ્સને ફોન કરીને નદીએ બોલાવી જસ્મીનબેનને માર મારતા જસ્મીનબેને ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.