વાંકાનેર પંથકમાં ચાર માસના લગ્નજીવનમાં થયો કુસંપ પતિએ ધા ઉગામ્યું તે જ ધાળીયુ પત્નીએ ઝૂંટવી પતિના માથામાં ઝીંકી દીધું

પતિ અન્ય સ્ત્રી સાથે ફોનમાં વાતો કરતો હોય પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

(રિપોર્ટર – પંડયાજી : વાંકાનેર) : તાલુકાના ઢુંવા નજીક કારખાનામાં મજૂરી કામ કરતા યુવનને અન્ય મહિલા સાથે ફોનમાં વાતો કરતા હોવાનો ખાર રાખી તેની જ પત્નીએ મધ્યરાત્રીએ માથામાં કુહાડો મારી દેતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે, આ મામલે રાજકોટ પોલીસે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવામાં આવેલી શિવ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે રહી કારખાનામાં મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના અર્જુન સુમસીંગ ડામોર ઉ.18 નામના યુવનને રાત્રીના ત્રણેક વાગ્‍યે પત્‍નિ કાળીએ માથામાં કુહાડો મારી દેતાં ગંભીર ઇજા થતાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

બનાવ અંગે રાજકોટ હોસ્‍પિટલ પોલીસ સ્ટેશન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. અર્જુન બે ભાઇ અને ત્રણ બહેનમાં ચોથો છે. તેના ચાર મહિના પહેલા જ કાળી સાથે લગ્ન થયા છે. પત્‍નિ કાળીએ જણાવ્‍યું હતું કે રાતે પતિ અર્જુને સામાન્‍ય બોલાચાલીમાં ગુસ્‍સો કરી ઢીકો મારતાં અને કુહાડો ઉગામતાં મને ક્રોધ ચડતાં કુહાડો ખેંચી લઇ તેના માથામાં મારી દીધો હતો. હાલ ઈજાગ્રસ્ત યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે ત્યારે યુવક ભાનમાં આવ્યાં બાદ જ સાચી હકીકત બહાર આવશે હાલ આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બનાવનું સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.