વાંકાનેર નેશનલ હાઈવે પર જકાતનાકા સર્કલ પાસે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માતમા બે લોકોને ગંભીર ઇજા

(રિપોર્ટર – પંડયાજી : વાંકાનેર) : શહેરનું નેશનલ હાઈવે જકાતનાકા સર્કલ એટલે અકસ્માત ઝોન જ્યા છેલ્લા બે વર્ષમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે સાંજના ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં બાઇક સવાર બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા 108 દ્રારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જકાતનાકા સર્કલ પાસે અવારનવાર અકસ્માત થઇ રહયા છે અને ઘણા બધા લોકો ને ઈજા પહોંચી છે અને મોત પણ થયા છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સરકારી તંત્ર દ્વારા અકસ્માત ઝોન સમુ સર્જક પર અકસ્માત નિવારવા તકેદારીના ભાગરૂપે કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.