મોરબી શહેર ની પ્રજા પાલિકા પાસે પ્રાથમિક સુવિધા ઓ માંગે છે તમારા લૂખા અધર તાલ જેવા ખોટા વચનો નહિ નક્કર કામગીરી કરવામાં આવે તેમ પ્રજા ઇચ્છે છે આપ આપના આત્મા ને પૂછી જોવો કે તમે છેલા 25 વરસ થયા મોરબી ના ધારા સભ્ય છો તમે 25 વર્ષ માં મોરબી ની પ્રજા ની સુવિધા માટે શું કરિયું 1995માં નગરપાલિકા ને મકાન માર્ગ વિભાગ મારફત બનાવેલ ભૂગર્ભ ગટર તૈયાર કે ટેસ્તિંગ થયા વગર પધરાવવા આવી તેમાં પણ તમારી ભૂમિકા મહત્વ ની હતી
મોરબી માં ધરતીકંપ આવિયો અને ભૂગર્ભ ગટર ની ચેમ્બર તૂટી ગયેલ તે આજ સુધી બનાવવા માં આવેલ નથી પાણી નો નિકાલ બંધ થયેલ છે નવી ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ તે હજુ સુધી પૂર્ણરૂપ કાર્યરત થયેલ નથી અને જે નવી બનાવેલ ગટર ને પણ જૂની ગટર ની ચેમ્બર સાથે જોડી દેવા માં આવેલ છે એક તો નાના પાઇપ ચેનાઈ માટી ના નાખેલ એ પણ લાઈન લેવલ વગર ના નાખી દેવા માં આવેલ છે તે પણ આપના ઘ્યાન માં હસે
આપ મોરબી ની પ્રજા ને દિન પ્રતિદિન ખાલી વચનો આપી મન મનાવી રહેલ છો કારણ આપના વિડિયો ઓડિયો માં જે આપ વાત કરો છો એ પ્રમાણે આપ જમીન ઉપર કામગીરી ઉતારતા નથી એપણ મોરબી ની પ્રજા જાણે છે
તમે લોકો ને મૂર્ખ બનવા માટે અને નગરપાલિકા કામ કરવા માં નિષ્ફળ ગયેલ છે એ તમો સમજવા ને બદલે તમે પ્રજા ઉપર આક્ષેપ કરો છો કે કોઈ માણસો ભુગર્ભ કુંડી માં કોથળા નાખી ને ગટર ઉભારવે છે સાવ બાલિશ વાતો કરી રહ્યા છો જો કોઈ કુંડી માં કોથળા નાખતા હોય અને તેની આપ ને ખબર હોય તો પગલાં કેમ લેતા નથી
તમે પણ સમજો છો કે તમારા ભાજપ પક્ષ ની નગરપાલિકા માં પ્રજા ના પેસા નો બેફામ ભ્રષ્ટાચાર થયેલ છે અને પાલિકા ના પ્રમુખ કે.કે પરમારે પોતા ને મળેલ અઘિકારી નો બેફામ ગેર ઉપયોગ કરી 45 ડી ની કલમ હેઠળ લાખો રૂપિયા ઉડાવેલ છે જે જનરલ બોર્ડ માં મજૂર પણ નથી થયા તો આ પ્રજા ના ટેક્ષ ના પેસા ક્યારે વસૂલ કરસો ? અને ભ્રષ્ટાચાર એવો સામે ક્યારે કડક કાર્યવાહી કરશો તે જણાવો
બાકી આપ આપના અઘિકારી મારફત આપના મો ની વાતો નો વિડિયો ઓડિયો માં બોલાવો છો તે કેટલી હદે વ્યાજબી છે
આજ મોરબી નીં પ્રજા આપના માર્ગ દર્શન નીચે ચાલતી પાલિકા ના વહીવટ થી તંગ આવી ગયેલ છે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ના તળાવ ભરેલા છે શેરીગલી માં અંઘકાર રોડ રસ્તા ઉપર ખાડા ઓ ની ભરમાર .ઉભરાતી ગટરો ના ગંદા પાણી ના વહેણ વહે છે કચરા ઓ થી રોડ રસ્તા ઉભરાય છે રોગચાળો માઝા મૂકે તે પહેલાં મોરબી શહેર ને સાફ સુત્રરું બનાવો બાકી વારંવાર ઓડિયો વીડિયો બહાર પડી મોરબી ની ટેક્ષ ભરતી સોબર પ્રજા ની બનાવટ ના કરો પ્રજા ની સુવિધા માટે વારંવાર મુદત નથી જોઇતી નક્કર કામગીરી કરી બતાવો તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને મોરબી શહેર કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી ની તેમની યાદીમાં જણાવે છે