રવાપર ચોકડી નજીકથી મળી આવેલ બાળકને માતાને સોંપતી પોલીસ

મોરબીની રવાપર ચોકડી ખાતે એક રાહદારીએ એક નાનું બાળક તેમને મળી આવતા તેમણે મોરબી પોલીસ ખાતામાં ફરજ બજાવતા PSI ડી.બી.ઠક્કર, સાલેમામદભાઇ તેમજ ટ્રાફિક પોલીસ દેવાયતભાઇ, દેવજીભાઈને બાળક સોપ્યું હતું. જેથી પોલીસે બાળકની સારી રીતે સાળ-સંભાળ રાખવા નાસ્તો મંગાવી આપ્યો હતો.

પરંતુ બાળકને નામ પુછતા કંઈ સમજતો ન હોવાથી આસપાસના નેપાળી ચોકીદારોને બોલાવી તેમના ગ્રુપમાં બાળકનો ફોટો સેર કરવા કહ્યું હતું સાથે જ PSI ડી.બી.ઠક્કર, સાલેમામદ, દેવજીભાઈએ બાળકના માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે રવાપર ચોકડી નજીકના બિલ્ડીંગમાં ચોકીદાર તરીકે ચોકીદારી કરતા નેપાળી બહાદુરનો દીકરો હોવાનું જાણવા મળતા તેમના માતાને બોલાવી તેમને બાળકને સોંપી જરૂરી માતાને સુચના તેમજ માર્ગદર્શન આપેલ હતું