મોરબીની શકત શનાળા પ્લોટ શાળામાં દાતા દ્વારા ટ્રોલી સ્પીકર અર્પણ કરાયું

ટેકલોજીના આ સમયમાં શાળામાં ઇલેક્ટ્રોનિક અને મલ્ટી મીડિયાનો ઉપયોગ થતો હોય છે ત્યારે શાળાની જરૂરિયાત ને ધ્યાનમાં લઈ સ્વ.બળદેવગીરી ગુલાબગીરી ગોસાઈના સ્મરણાર્થે તેમના મોટાભાઈ નગીનગીરી ગુલાબગીરી ગોસાઈ તરફથી શાળાને રૂપિયા 11000/- ની કિંમતનું ટ્રોલી સ્પીકર અર્પણ કરવામાં આવ્યું.

ટ્રોલી સ્પીકર અર્પણ કાર્યક્રમ પ્રસંગે નગીનગીરી અને તેમના મોટા દીકરા વિમલકુમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના બન્ને દીકરા વિમલ અને જયદીપ શકત શનાળા પ્લોટ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી હાલ ખાનગી કંપનીમાં એન્જીનીયર તરીકે પોતાની ફરજ બજાવે છે જેનું ગૌરવ વ્યક્ત કર્યું.

આ પ્રસંગે વિમલકુમારે પોતાના વિદ્યાર્થીકાળ ને યાદ કરી બાળકોને સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી શાળા,કુટુંબ અને ગામનું નામ રોશન કરવા ખાસ અનુરોધ કર્યો તથા શાળાના કર્મનિષ્ઠ શિક્ષકોનો આભાર માન્યો.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી મહેશભાઈ રામાવત અને શાળાના શિક્ષકો હર્ષદભાઈ મારવણીયા,મીનાબેન ફુલતરીયા,હીનાબેન ગામી દ્વારા શાળાને ટ્રોલી સ્પીકર આપી પ્રેરણાદાયી કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતમાં ગોસાઈ પરિવાર દ્વારા બાળકોને મીઠાઈ વહેંચણી કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.