વાંકાનેર તાલુકાના અદેપર ગામે પ્રાથમિક શાળાનાં નવા બિલ્ડિંગ નું ખાતમુહૂર્ત કરાયું

(રિપોર્ટર પંડયાજી – વાંકાનેર) : તાલુકાના અદેપર ગામે પ્રાથમિક શાળાના નાવા બિલ્ડિંગનું પ્રોજેકટ “લાઈફ”ના સહયોગથી ટ્રસ્ટીઓ તથા અગ્રણીઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

ખાતમુહૂર્ત પ્રસંગે અદેપર ગામના લોકો દ્વારા પ્રોજેક્ટ “લાઈફ” ના ટ્રસ્ટીઓ અને વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરને ડીજે સાથે વરઘોડો કાઢી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.