મોટીબરાર પ્રા. શાળાના વિદ્યાર્થીઓનો સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ

માળિયા તાલુકામાં નાનીબરાર સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ જસાપર પ્રા. શાળા ખાતે યોજાયો હતો. આ કલા ઉત્સવમાં ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને બાળ કવિ સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ ચાર સ્પર્ધા પૈકી મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વાદન સ્પર્ધામાં ડાંગર રામ મહેશભાઈ – પ્રથમ, ચિત્ર સ્પર્ધામાં ગોસ્વામી ભૂમિકા મનોજગીરી – પ્રથમ તેમજ બાળ કવિ સ્પર્ધામાં ડાંગર પ્રાચી સુભાષભાઈ એ તૃતિય નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.

આ તકે નાનીબરાર સી.આર.સી. કો. ઓર્ડીનેટર જયેશભાઈ રાઠોડ અને શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા એ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.