તારીખ 6 ઓગસ્ટ, 2023 ના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં 40 ઉંમર કે તેનાથી વધારે પુરુષો અને સ્ત્રીઓએ કુલ મળી 30 જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો
આ સ્પર્ધાના વિજેતા 1. મનહરભાઈ શુદ્રા 2. ગીરીશભાઈ દલસાણીયા 3. સુનિલભાઈ પટેલ 4. કેતનભાઇ મહેતા 5. છગનભાઈ પટેલ હતા અને ફીમેલમાં 1. જયશ્રીબેન ચૌધરી 2. ફાલ્ગુનીબેન જોશી 3. ડોક્ટર ભાવનાબેન જાની 4. કલ્પનાબેન પટેલ નંબર્સ મેળવ્યો.મુસ્કાન વેલફેર સોસાયટી આ બધા સ્પર્ધકોને અભિનંદન પાઠવેછે તેમજ તમામનો ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કરે છે
આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓને પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું તે રીતે ઇનામ રાખવામાં આવેલ અને સર્વે ભાગ લેનારા પ્રતિસ્પર્ધીઓને”ટોકન ઓફ લવ”ની ટ્રોફી આપવામાં આવેલ.
આ સ્પર્ધાના નિર્ણાયક ડો.નિરવભાઈ રાવલ અને ભાર્ગવભાઈ દવે એ ખૂબ જ સકારાત્મક રીતે પરિણામ જાહેર કરી આ પ્રોગ્રામમાં હાજરી આપી અને પોતાનો કિંમતી સમય ફાળવ્યો હતો જેમનો મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવેલ.
તે ઉપરાંત આ પ્રોગ્રામ કરવા માટે સ્વરાંગન સ્ટુડિયો ના માલિક હંસરાજભાઇ ગામીએ પોતાની જગ્યા નિ:શુલ્ક આપી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું..સ્વરાંગન ના સ્ટુડિયો ના સંચાલક કે જેમણે સમગ્ર કાર્યક્રમનું સાઉન્ડને સથવારે અતુલભાઈ વાઘેલા દ્વારા વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.