નૃત્યાંજલી કાર્યક્રમમાં બાળાઓએ ભક્તિભાવ પૂર્વક ભારત નાટ્યમના કાર્યક્રમો રજૂ કર્યા
મોરબીમાં છેલ્લા અઢાર વર્ષથી ઓમ શાંતિ સ્કુલ ખાતે રાજકોટનું તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સના કલાસ જીજ્ઞેશ ગુરુજી ચલાવી રહ્યા છે જેમાં બાળાઓને આપણી પ્રાચીન નાટય કલા ભારત નાટ્યમ આનોખા હાવભાવ સાથે,અનોખી મુદ્રા સાથે નૃત્ય શીખવવામાં આવે છે, જેનો નૃત્યાંજલી કાર્યક્રમ સ્વામિનારાયણ સંસ્કાર ઇમેજિંગ હોલ ખાતે યોજાઈ ગયો હતો જેમાં બળાઓએ રામાયણ, મહાભારતના પાત્રો,હનુમાન ચાલીસા,શિવતાંડવ અચુતમ કેશવમ,મહિસાસુર મર્દીની જેવા સ્ત્રોતો પર કલાત્મક રીતે નૃત્યો રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કાર્યક્રમમાં દિનેશભાઈ વડસોલાએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ આપણા ભારતના ભવ્ય ભાતીગળ વારસાની જાળવણી કરી રહ્યું છે અને અત્યારની આ પેઢીને બૉલીવુડના છુલ્લક ગીતોનું ઘેલું લાગ્યું છે ત્યારે જીજ્ઞેશ સુરાણી અને ક્રિષ્ના સુરાણી નૃત્યમ્ મયમ જગત સર્વમ્ ના સૂત્ર સાથે દેશ અને વિદેશમાં પોતાનો કલા વારસો બાળકોને શીખવાડી રહ્યા છે ત્યારે બંને ગુરુજીઓને કોટી કોટી ધન્યવાદ આ કાર્યક્રમમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.
દેવેનભાઈ રબારી મેન્ટોર યંગ ઇન્ડિયા ગ્રૂપ-મોરબી જાણીતા વકીલ કાજલબેન ચંડીભમર,મયુરીબેન કોટેચા પ્રમુખ ઇન્ડિયન લાયન્સ કલબ-મોરબી તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપની લેડીઝ વિંગના સદસ્યો અલકાબેન દવે ધરતીબેન બરાસરા વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો.સમગ્ર કાર્યક્રમ માટે સંસ્કાર ઇમેજિંગ હોલનું ભાડું યંગ ઇન્ડિયા ગ્રૂપ તરફથી આપવામાં આવ્યું હતું.