મોરબીનું ગૌરવ વધારતી શિક્ષકપુત્રી સાસરિયામાં રહી TAT Sની પરીક્ષામાં ઉત્તીર્ણ કરી

મોરબી મન હોય તો માળવે જવાય આ ઉક્તિને સાર્થક કરતી ગૌરવપ્રદ પ્રસંગ સામે આવ્યો છે જેમાં મોરબીના શિક્ષક અરવિંદભાઈ કૈલાની પુત્રી શ્રધ્ધા હાલ રાજકોટ ખાતે સાસરિયાં રહી પતિની,ઘરની અને પરિવારની જવાબદારી સંભાળતાની સાથે સાથે પ્રાથમિક શિક્ષક થવા માટેની TAT ટીચર્સ એપટીટ્યુટ ટેસ્ટ ડિસ્ટિકન્સ માર્ક સાથે પાસ કરી લીધા બાદ માતા-પિતા અને પરિવાર તેમજ મમ્મીજી પપ્પાજીની પ્રેરણાથી સાસરીમાં રહીને પોતાનો અભ્યાસ સતત ચાલુ રાખીને માધ્યમિક શાળાના શિક્ષક થવા માટે TAT સેકન્ડરી પરીક્ષા ડિસ્ટિકન્સન માર્ક સાથે ઉત્તીર્ણ કરેલ છે

ધોરણ 11 અને 12 ના શિક્ષક થવા માટે TST HS ની પરીક્ષા પણ આપીને ભણવાની કોઈ ઉંમર નથી જેને ભણવું છે એને કોઈ બંધન નથી નડતા એ શ્રદ્ધા કૈલાએ સાબિત કરી બતાવીને મોરબીના આરદેસણા પરિવાર અને કૈલા પરિવાર અને મોરબીનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.