વાંકાનેર : ખાણ વિસ્તારમાં ડંપર ઇલેક્ટ્રિક લાઈન ને અડી જતાં શોર્ટ લાગતા એકનું મોત એક સારવાર હેઠળ

રિપોર્ટર પંડયાજી વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં ખાણ વિસ્તારમાં ભરતી કામ કરતા સમયે ડંપર વીજ વાયર ને અડી જતાં શોક લાગતા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હોવાથી સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના જેતપરડા રોડ ઉપર આવેલ કયુરેટા કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સંજયભાઈ હિમતાભાઈ પરમાર ઉ.28 અને જાજભાઈ નાથાભાઇ પરમાર ઉ.30ને પાડધરા અને ભેરડા વચ્ચે ડંપર વીજ લાઈન ને અડી જતાં વીજ શોક લાગતા સંજયભાઈ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે જાજભાઈને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.