શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા.શાળામાં તારીખ ૧૦/૦૮/૨૦૨૩ ના મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત શિલાફલકમ અનાવરણ, વૃક્ષારોપણતેમજ પંચપ્રણ પ્રતિજ્ઞા અને ગ્રામસભાનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં ગામલોકોની હાજરી વચ્ચે જોરદાર ઉજવણી કરવામાં આવી હતી.હાજર રહેલ અધિકારી હિતાંશીબેન અને દિશાબેને ગ્રામસભામાં સરકારની યોજનાની વિગતવાર માહિતી આપી હતી.અમરનગર ગ્રામપંચાયત તેમજ અમરનગર અને રોટરી ગ્રામ શાળા પરિવાર તરફથી તમામ નો આજના કાર્યક્રમ માં ભાગ લેવા બદલ આભાર માનવામાં આવેલ અને આજના તિથિ ભોજન ના દાતા હિંગરાજીયા સતિષભાઈ ડાયાભાઇ નો શાળા પરિવાર તરફથી આભાર માનવામાં આવ્યો.