(રિપોર્ટર – પંડયાજી : વાંકાનેર) : વાંકાનેર શહેરને અડીને આવેલી ભાટિયા સોસાયટી ગ્રામ પંચાયત ખાતે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સોસાયટીના શિક્ષકો , વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં પ્રજાજનો જોડાયા હતા.
સોસાયટીમાં દેશભક્તિના કાર્યક્રમમાં સોસાયટીમાં શીલા ફલકમ સમર્પણ , પંચ પ્રાણ પ્રતિજ્ઞા/સેલ્ફી , વસુધા વંદન, વીરો કો વંદન, વૃક્ષા રોપણ તેમજ રાષ્ટ્રગાન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશ ભક્તિના કાર્યક્રમમાં ભાટીયા સોસાયટી ગ્રામ પંચાયતના સી.કે. જાડેજા , રાજભા જેઠવા , ટીનુભા જાડેજા , હરિશ્ચંદ્ર સિંહ ઝાલા , કિશોરસિંહ ઝાલા , નિવૃત્ત વન અધિકારી સાણજાભાઈ , મયુર ઠાકર , પ્રિયંક રાવલ , અલ્પેશ ગોહેલ સહિત શાળાના શિક્ષકો સહિત અનેક આગેવાનો ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાટીયા કન્યા શાળાના આચાર્ય અતુલભાઈ તથા મનસુખભાઈ વસિયાણી દ્વારા કરવામાં આવ્યું હતું.