હળવદ શાળા નંબર ૧૦ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ

વિશાલ જયસ્વાલ હળવદ : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે બાળકોમાં તેમજ સમાજના લોકોમાં જનજાગૃતિ આવે એ માટે પ્રાથમિક શાળા નંબર ૧૦, હળવદના બાળકો તથા શિક્ષકો સાથે મળી લાંબીદેરી ભવાનીનગર વિસ્તારમાં એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું..

આપણે જેના માટે ગૌરવ લઈ શકી એ ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારત દેશના ગૌરવ સમા એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે, આ બાબતનું સૌરાષ્ટ્રના લોકો ખૂબ ગર્વ અને ગૌરવ અનુભવે છે. આવા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સૌરાષ્ટ્ર વિસ્તારના સ્થાનિક લોકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ રહ્યો છે પરંતુ આ સહયોગ સમગ્ર માનવજાત પાસેથી મળતો રહે એવી અપેક્ષા તથા આકાંક્ષા છે.