સુલતાનપુર માં હર્ષભેર કરાઈ મેરી માટી મેરા દેશ ની ભવ્ય ઉજવણી

સુલતાનપુર ગામમાં આજ રોજ આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત જયારે હાલમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે મેરી માટી મેરા દેશ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યા માં ગ્રામજનો, આંગણવાડી કાર્યકર, આરોગ્ય સ્ટાફ, શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા અને બધા એ દીવડો, માટી હાથમાં લઈ ને પ્રતિજ્ઞા લીધી હતી અને શહીદ વિરો ને શ્રધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ વુક્ષારોપણ અને ત્રિરંગા ને સલામી આપી રાષ્ટ્રગીત પણ ગાવામાં આવ્યું હતું