હરબટીયાળી પ્રા.શાળા માં અલગ સંદેશો આપતો લાઇફ સ્કીલ મેળો યોજાયો

દર વર્ષે સરકારી સ્કૂલો માં બાળ મેળો અને લાઇફ સ્કીલ મેળો ઉજવવામાં આવે છે.તેના ભાગ રૂપે હરબટીયાળી પ્રા.શાળા માં આ વર્ષે અલગ સંદેશો આપતો લાઇફ સ્કીલ મેળો ઉજવવામાં આવ્યો.

અત્યાર ના રેડ્ડી યુગ માં બધું જ તેયાર મળે છે એટલે સુધી કે લોટ પણ રેડ્ડી મળે છે ત્યારે આજની જનરેશન ને સંદેશો આપવા માટે આ મેળામાં રોટલા બનાવવા, અનાજ ને સૂપડે ચડાવી સાફ કરવું, ઝાટકવું, સિલાઈ કામ કરવું , ભરત ભરવું વગેરે જેવા અનેક સ્ટોલ ઊભા કરી આજ ની પેઢી ને પહેલાના જમાના ની યાદ અપાવી.

આ તકે શાળાના આચાર્યબેન કુંદનબેન જાની એ બધાને શુભેચ્છા પાઠવી.