વાંકાનેરમાં હર ઘર તિરંગા અંતર્ગત શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા રેલી યોજાઇ

રિપોર્ટર પંડયાજી વાંકાનેર : વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક સાથે જોડાયા હતા

તિરંગા યાત્રા ભાજપ કાર્યાલય ગરાસીયા બોડીંગ ખાતેથી શરુ કરવામાં આવી હતી જે સીટી સ્ટેશન રોડ, વાંઢા લીમડા ચોક, જીનપરા મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ફરીને હાઈવે જકાતનાકા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.