મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે નગરપાલિકા કક્ષા સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરો યોજાયો

તા. 12/08/2023 ના રોજ મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનરયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નગરપાલિકા કક્ષા સાંસ્કૃતિક કાર્યક્રમ 2023-24 લોક ડાયરો નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેને શાળાના તમામ વિદ્યાર્થીઓએ મન મૂકીને માણ્યો હતો. આ લોક ડાયરામાં તમામ સંગીતની રમઝટથી થનગની ઉઠ્યા હતા. જેમાં શાળાના બાળ કલાકારોએ પણ પોતાની પ્રતિભા પ્રગટાવી હતી. શાળા પરિવારે ખૂબ ઉત્સાહભેર ડાયરાને વધાવ્યો અને શાળાના આચાર્ય બી. એન. વીડજાએ લોક ડાયરાના તમામ કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો.