વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે વિવિધ જીવનમૂલ્યોનો વિકાસ થાય તે માટે માળીયા તાલુકાની કુંતાસી શાળામાં તારીખ 8 થી 13 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળમેળા અંતર્ગત માટીકામ,ચિત્રકામ,ક્રાફટવર્ક,મહેંદી સ્પર્ધા,વેશભૂષા,વેસ્ટમાંથી બેસ્ટ જેવી પ્રવૃતિઓ કરી હતી.
લાઈફસ્કિલ અંતર્ગત આનંદમેળામાં બાળકોએ જાતે વિવિધ વાનગીઓ બનાવી શાળામાં સ્ટોલ લગાવી તેનું વેચાણ કર્યું હતું.આ રીતે વાસ્તવિક અનુભવો દ્વારા બાળકોએ વિવિધ ક્ષેત્રોમાં પોતાની આવડતનું પ્રદર્શન કર્યું હતું.આ સાથે દસ તારીખે વિશ્વ સિંહ દિવસ,મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા અંતર્ગત રેલીનું આયોજન કરી બાળકોમાં જીવદયા અને દેશપ્રેમ જેવા મૂલ્યો વિકસે તે માટે શાળાના આચાર્ય ધરતીબેન કોરડીયા અને સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.તમામ કાર્યક્રમોને અંતે રાસ ગરબાનું આયોજન કરી હર્ષોલ્લાસ સાથે ઉત્સવોની પુર્ણાહુતી કરવામાં આવી હતી.