મોરબી : માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી

માધાપરવાડી કુમાર -કન્યા શાળાના બાળકોએ રજૂ કર્યા રંગારંગ કાર્યક્રમો, મોરબીની ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા બાળ કલાકારોને શિલ્ડ અને સન્માન પત્રો અર્પણ કરાયા

સમગ્ર દેશમાં આજે જ્યારે 77 માં સ્વાતંત્રય દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે માધાપરવાડી કુમાર/કન્યા શાળા તેમજ ઈન્ડિયન લાયન્સ કલબ-મોરબીના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્રદિન ઉજવણી કાર્યક્રમ-૨૦૨૩ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી ધ્વજ વંદન – સરપંચ ડો.ગણેશભાઈ નકુમ અને મયુરીબેન કોટેચા પ્રેસિડેન્ટ ઈન્ડીયન લાયન્સ કલબ-મોરબીના વરદ હસ્તે કર્યાબાદ સમૂહમાં રાષ્ટ્રગાનઅને ઝંડાગીત નું ગાન કરવામાં આવ્યું

પ્રસંગોશ્ચિત શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન તુષારભાઈ બોપલીયા આચાર્ય કુમાર શાળાએ કર્યું હતું ત્યારબાદ
ઇનપેન્ડ્સ ડે વક્તવ્ય જાનવી ભટ્ટ ધો-5, કુમાર દેશભક્તિ ગીત નન્હા-મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું, વક્તવ્યસ્વયંત્ર દિન વંદના હંસરાજભાઈ પરમાર, દેશભક્તિ ગીત ધો.6 કન્યા શાળાની બાળાઓ દેશ મેરે તેરી શાન પે સદકે બાળવાર્તા ક્લસ્ટર કક્ષાએ વાર્તા કથન સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર ધ્રુવ ડાભી દેશભક્તિ ગીત કન્યા શાળાની બાળાઓ- નિકલ પડે હૈ હર દ્વારા ખોલ કે વક્તવ્ય આદર્શ દિકરી- હેન્સી દિલીપભાઈ પરમાર દેશભક્તિ ગીત કુમાર શાળાના બાળકો મેરા રંગ દે બસંતી ચોલા ધો.8 ની બાળાઓએ માં તુજે સલામ,ધો.7 ના કુમાર – ના કાટો મુજે વગેરે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા

પ્રાસંગિક ઉદબોધન મયુરીબેન કોટેચાએ કર્યું હતું અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા,ઇન્ડિયન લાયન્સ કલબ-મોરબી દ્વારા રજૂ કર્યાબાદ ઈન્ડિયન લાયન્સ કલબ મોરબી તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારને શિલ્ડ/પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં કાર્યક્રમનું આભર દર્શન અનિલભાઈ સરસાવડીયાએ કર્યું હતું

તેમજ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સફળ સંચાલન પ્રફુલ્લભાઈ સાંણદિયાએ કર્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકો અને વાલીઓ અને તમામ શિક્ષકો એમ કુલ 1500 જેટલા વ્યક્તિઓને સરપંચ ડો.ગણેશભાઈ નકુમ તરફથી અલ્પાહાર આપવામાં આવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના સ્ટાફ તથા મધ્યાહ્નન ભોજન સંચાલક હર્ષદભાઈ ઉંટવડિયા અને એસ.એમ.સી. અધ્યક્ષ કાળુભાઈ પરમારે ખુબજ જહેમત ઉઠાવી હતી.