મોરબીના કાર્યકર્તાઓએ વનવાસી વિસ્તારમાં 1500 બાળકોને બટુક ભોજન કરાવ્યું
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મોરબી અને નવસારી જિલ્લાની RSS ની ભગિની સંસ્થા અને મિત્ર મંડળ દ્વારા ડાંગ જીલ્લાના અંતરિયાળ ગામડા માં શાળા માં જઈ અને દરેક બાળકને મળી ભારતમાતા કી જય તથા જય શ્રી રામના નારા લગાવી ઉપરાંત રાસ્ટ્ર ભક્તિ ના ગીત ગવડાવી ને અંદાજે 1500 જેટલા પાર્સલ તૈયાર કરી ને દરેક બાળકોને બટુક ભોજન કકરાવ્યું
ટીમ દ્વારા બે દિવસ અગાઉ જહેમત ઉઠાવી પાર્સલ બનાવી અને નવસારીથી વહેલી સવારે 4 વાગ્યે ઉઠી બે મેટાડોર અને એક અર્ટિગા લઇ ને અંદાઝે 1500 જેટલા ફૂટ પેકેટ વિતરણ કરી રાત્રે 11 વાગ્યે નવસારી પરત પહોચ્યા અને ત્યાર બાદ ટીમ મોરબી પરત પહોચી હતી કુદરતના સાનિધ્યમાં ઉછરી રહેલ બાળકોને બટુક ભોજન કરાવવાનો અનેરો લાભ લીધાનો તમામ મિત્રોને આનંદ હતો ત્રણ દિવસના ઉજાગરા હોવા છતા કોઇના ચહેરા પર થાક જેવું નામ હતું નહીં કારણ કે રાસ્ટ્ર સેવાનો સૌને આનંદ હતો.