મોરબી જિલ્લા પંચાયત ખાતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા પંચાયત ખાતે ૧૫ ઓગસ્ટ ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા પંચાયત પટાંગણ મા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ ડી.જાડેજા, કારોબારી ચેરમન શ્રીજયંતીલાલ પડસુંબિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ સહિત જિલ્લા પંચયતની તમામ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લા પંચયત સંચાલિત પ્રાથમિક શાળઓ જવાહર પ્રા. શાળા, પોટરી પ્રા. શાળા અને લાયન્સ નગર પ્રા. શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ની ઉપસ્થિતિ માં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શીહોરા ના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન, રાષ્ટ્ર ગીત તેમજ ધ્વજ વંદન સહીત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા.

જિલ્લા પંચયત પ્રમુખ ચંદુલાલ શિહોરા દ્વારા આપણા શહીદો તેમજ ક્રાંતિવીરો ને યાદ કરી દેશભક્તિ ઉજાગર કરતું કરતું પ્રેરક તેમજ હૃદય સ્પર્શી વક્તવ્ય આપવામાં આવ્યું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી. અંબારિયા ના માર્ગદર્શન હેઠળ ધ્વજ વંદન વિધિ નું લાયઝનીંગ કલ્યાણ ગ્રામ પ્રા. શાળા ના શિક્ષક શ્રી રાજેશભાઇ પરમાર દ્વારા તેમજ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન જવાહર પ્રા.શાળાના શિક્ષિકા દર્શના બેન દ્વારા કરવામાં આવ્યું.

સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ઉજાગર કરતાં વિવિધ સાંસ્કૃતિક તેમજ દેશભક્તિ ગીતો રજૂ કરી સમગ્ર વાતાવરણ ને દેશભક્તિમય બનાવી દીધું હતું. પોટરી પ્રાથમિક શાળામાં ધોરણ -૬ મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાધિકા સિચંદા દ્વારા સ્વચ્છતાં વિશેના પોતાના વક્તવ્યમાં સ્વચ્છતા વિશેની સરકારી યોજનાઓ અને દરેક નાગરિક ની પોતાની નૈતિક ફરજની જાણકારી આપી. ઉપસ્થિત તમામ લોકોને રાધિકાના વક્તવ્ય તેમજ સરકારી શાળાના બાળકો દ્વારા રજૂ થયેલ તમામ કૃતીઓએ આનંદ વિભોર કરી દીધા.

જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ ડી. જાડેજા દ્રારા સ્વચ્છતાં અંગેનું વક્તવ્ય રજુ કરનાર રાધિકાના વિશેષ સન્માન સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમખ સહિત તમામ પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓનું શાબ્દિક તેમજ પ્રોત્સાહક ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું.

આમ જિલ્લા પંચાયત પરિવાર દ્વારા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી.