લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સ્વાત્રંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાઈ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સ નગર (ગોકુળ) પ્રાથમિક શાળા આનંદનગર સોસાયટી પાછળ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સવારે ૮/૦૦ વાગે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

આં પ્રસંગે પ્રાથમિક શાળા ના આચાર્યા ચેતનાબેન તથા તેમનો સમગ્ર સ્ટાફ, શાળાના નિવૃત્ત શિક્ષક મગનભાઈ પણ હાજર હતા આ રાષ્ટ્રીય પર્વમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી ફૂલતરિયા ખજાનચી લા મણિલાલ જે કાવર, લા. અમરસિભાઈઅમૃતિયા લા. નાનજીભાઈ મોરડીયા, લા.રશ્મિકાબેન રૂપાલા, લિયો કલબ ઓફ મોરબી સીટી ના પાસ્ટ પ્રેસિડેન્ટ ક્રિશ્ના રૂપાલા લિયો, સેક્રેટરી બંસી રૂપાલા, લિયો વાસુ રૂપાલા પણ
હાજર રહ્યા હતાં.

આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગીત પર અને અલગ અલગ કૃતિ રજૂ કરી ત્યારે સ્કૂલના ૨૫૦/- વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમને હર્ષ ભેર તાળીઓ થી વધાવેલ.તમામ વિધાર્થી ઓને લા.મણિલાલ જે.કાવર દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી દરેક લાયન સભ્યો તથા સ્ટાફ નાં વરદ હસ્તે દરેક વિદ્યાર્થીઓને કીટ અને નાસ્તો આપવામાં આવ્યો.

આજરીતે મોરબી-૨ ન્યુ પેલેસની બાજુમાં આવેલ સેવી ઇન્ટરનેશનલ કિડઝી સ્કૂલમાં પણ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ સેક્રેટરી ખજાનચી અને લાયન સભ્યોની હાજરીમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી આ સ્કૂલના બાળકો એ રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરતા ભવ્ય કૃતિ રજૂ કર્યા અને અલગ અલગ પિરામિડ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

આ બંને કાર્યક્રમ પૂર્ણ કરી સરસ્વતી સોસાયટીમાં આવેલ ડૉ .ખ્યાતિબેન ભીમાણીનાંઉમા ક્લિનિક અને મોરબી સિટી નાં જુદા જુદા પાચ ક્લિનિક ઉપર લિયો કલબ મોરબી સિટી નાં રાહબરી હેઠલ લાયન્સ કલબ ના તમામ સભ્યો ની હાજરીમાં નાના બાળકોને સુવર્ણપ્રાસન નાં ટીપા પાવામાં આવ્યા. આ કાર્યક્રમને લાયન્સ ઇન્ટરનેશનલ ના સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ગવર્નર લા રમેશભાઈ રૂપાલાએ રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવા બદલ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ