વાંકાનેરમાં પવિત્ર પુરષોત્તમ માસના અંતિમ દિવસે મહિલાઓ દ્વારા કાઠાગોરનું પૂજન કરી દાન દક્ષિણા આપી પુણ્યનું ભાથુ બાંધ્યું

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : અધિક માસમાં પુણ્યનું વિશેષ મહત્વ રહેલું છે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસમા પરસોતમ ભગવાનની કૃપા મેળવવા મહિલાઓ ઉપવાસ સાથે નદી કિનારે અને મહાદેવના મંદિરે કાઠા ગોર ની સ્થાપના કરી પૂજા અર્ચના કરી મનની મનોકામના પૂર્ણ થાય તે માટે વ્રત કરે છે.

શહેરના જીનપરા રંગ વાળી શેરીમાં મહિલાઓએ પવિત્ર પુરષોત્તમ માસના અંતિમ દિવસે ભગવાનની પૂજા અર્ચના કરી હતી. મનનું મનોરથ પૂર્ણ કરનાર પરસોતમ ભગવાનની આસ્થા સાથે આખા માસ દરમ્યાન ઉપવાસ કરી અમાસના દિવસે પૂજા કરવામાં આવી હતી અને દાન દક્ષિણા આપી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું.