મોરબીની બગથળા કન્યા શાળામાં ઈનામ વિતરણ કરાયું

મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં સ્વાતંત્ર્ય દિનની જાજરમાન ઉજવણી કરવામાં આવી, શાળાઓમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રંગારંગ કાર્યક્રમો યોજાઈ ગયા છે ત્યારે બગથળા કન્યા શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

જેમાં વર્ષ. 2022- 23 માં ધોરણ 1 થી5માં પ્રથમ,દ્વિતીય,તૃતિય નંબર મેળવનાર કન્યાઓને લાઈફ લાઈન હોસ્પિટલના ડૉ. ઈશાન કંઝારીયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

જેમાં શાળા સ્ટાફ ,smc સભ્યો,સરપંચ હાજર રહયા.તબીબી ક્ષેત્ર દ્વારા શિક્ષણમાં યોગદાન આપવા બદલ ડોક્ટર ઈશાન કંઝારીયાનો સમગ્ર શાળા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો