વિશાલ જયસ્વાલ હળવદ : ગુજરાત રાજ્ય વેરા ખાતા ના 30 અધિકારીઓ ને ગુજરાત કર ભવન ખાતે સારી કામગીરી માટે પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ફરજ બજાવતા રાજ્ય વેરા અધિકારી કુમારી આશિયાનાબેન એમ તરબદા ને જિલ્લા મા માત્ર એક જ અધિકારી ને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવેલ છે.
જેમણે હળવદ થી માલવણ હાઇવે ઉપર હોટલ માં સર્ચ કરી 60થી વધુ હાઇવે હોટલો માં જીએસટી નંબર લેવડાવ્યા.. તેમજ જીએસટી ઓડિટ માં એક જ કેશ માં 62 લાખ ની રોકડ વસુલાત કાઢી ને ભરાવ્યાં.. તેમજ જૂની ડેડ વસુલાત માં પણ હરાજી કરી સારી એવી કામગીરી કરી અને હળવદ ધ્રાગધ્રા લોકો માટે સેમિનાર ગોઠવી જીએસટી કાયદા ની સમજ આપવાઈ અને નાના એવું યુનિટ માં પણ લોકો માં જાગૃતતા લાવી સરકાર ના રેવન્યુ વધે અને ખોટું થતું અટકે તે અર્થે જીએસટી નંબર લેવડાવવા માં સારી એવી કામગીરી માટે ચીફ કમિશનર સમીરભાઈ વકીલ દ્વારા સન્માનિત કરવા આવ્યા