બાળ પુરસ્કાર માટે તા-૩૧/૦૮/૨૦૨૩ સુધીમાં https://awards.gov.in/Home/AwardLibrary પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું
પ્રધાનમંત્રી રાષ્ટ્રિય બાળ પુરસ્કાર કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યના બાળકોને વિવિધ ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન આધારીત બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
જેમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રિય બાળ પુરસ્કાર વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ માટે ગુજરાત રાજ્યના બાળકો દ્વ્રારા સાહસિકતા, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ તેમજ નવીનતાના ક્ષેત્રોમાં કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન માટે બાળકો એ રાષ્ટ્રિય પુરસ્કાર પોર્ટલ ૨૦૨૪નું નોમીનેશન રજીસ્ટ્રેશન કરવાનું હોઈ છે. આ પુરસ્કાર માટે મોરબી જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રિય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ અને ઓળખ પામેલ હોઈ તેવા બાળકોનું રાષ્ટ્રિય પુરસ્કાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકશે.
નોમીનેશન માટેની પાત્રતા, પસંદગી પ્રક્રિયા, પુરસ્કાર અને એવોર્ડ મેળવનારાઓની સંખ્યા વગેરે માહિતી રાષ્ટ્રિય પુરસ્કાર પોર્ટલ પર દર્શાવેલ છે. જેમાં ખાસ પુરસ્કારના માપદંડ મુજબ બાળકની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી તેમજ છેલ્લા બે વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શનની સેવા કરેલ હોય તે અંગેના આધાર પુરાવા સાથે તા-૩૧/૦૮/૨૦૨૩ સુધીમાં નોમીનેશન માટે https://awards.gov.in/Home/AwardLibrary પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
પાત્રતા ધરાવનાર બાળકોને રૂપિયા એક લાખ, પ્રશંસનીય પ્રમાણપત્ર તથા મેડલ આપવામાં આવશે. વધુ માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી, કલેકટર કચેરી-મોરબી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી.એસ, જિલ્લા પંચાયત કચેરી –મોરબીનો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.