વાંકાનેર વિદ્યાભારતી શૈક્ષણિક સંસ્થામાં શ્રેષ્ઠ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરાયા

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : વાંકાનેર વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના ઉરચતર માધ્યમિક વિદ્યાલયોશ્રી કે કે શાહ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય શ્રીમતી એલ કે સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય તેમજ શ્રી વી એસ શાહ ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ વિદ્યાલય માં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વર્ષ 2020 , 2022 અને વર્ષ 2023 ના પ્રથમ ત્રણ ક્રમાંક ના તેજસ્વી તારલાઓને તેમજ વિષયમાં શ્રેષ્ઠ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

જેમાં ટ્રસ્ટના આદરણીય ટ્રસ્ટીઓ,સ્વર્ગસ્થ લલીતભાઈ મહેતાના પુત્ર કલ્પેન્દુભાઈ મહેતા રાજકોટ વિભાગના મંત્રી અને પૂર્વ પ્રધાન આચાર્ય જેન્તીભાઈ પડસુંબિયા,વિદ્યા ભારતીના શિક્ષણ માટે હંમેશા ચિતિંત એવા વડીલ અને પરમ આદરણીય વેદભાઈ તેમજ અખિલ ભારતીય કક્ષાના સંઘના સદસ્ય રામભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પૂર્વ છાત્રો,વાલીઓ તેમજ નિમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કે કે શાહના ઇન્ચાર્જ પ્રધાનઆચાર્ય નિલેશભાઈ ધોકિયા અને એલ કે સધંવીના પ્રધાન આચાર્ય દર્શનાબેન જાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાંવિદ્યાલય સન્માન માટે ખુશાલભાઈ સંઘવી, જયશંકર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, ડી.સી જોષી ગોલોકવાસી પ્રભાબેન લાલદાસ કરથીયા, અંકુરભાઈ મહેતા, ડઈબેન ચૌધરી સચિનભાઈ કામદાર,ભુપતભાઈ છૈયા સોનલબેન ઠુમર તેમજ નિલેશભાઈ ધોકિયાનું સૌજન્ય પ્રાપ્ત થયું હતું

આ કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ ભટ્ટ અને ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણેય વિદ્યાલયના આચાર્યોએ જહેમત ઉઠાવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને લગભગ 154 જેટલા શીલ્ડ આપી વિદ્યાર્થી ભાઇઓ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.