વાંકાનેર તાલુકા શિક્ષણ સંઘ દ્વારા પડતર પ્રશ્ને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે મુલાકાત કરીને શિક્ષકોના મુખ્ય પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સંઘના સભ્યો તેમજ શિક્ષક મિત્રો આજે વાંકાનેર-કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને પ્રાથમિક શિક્ષકોના બાકી રહેલા મુખ્ય પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના, સીપીએફમાં 10% સામે 14% અને 45 થી વધુ ઉંમરના શિક્ષકો માટે સીસીસી પરીક્ષામાંથી મુક્તિ મેળવવા સહિતના પ્રશ્નો બાબતે રૂબરૂ મળી ચર્ચા કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું