ગાજર ઘાસ નિર્મૂલ સપ્તાહ અંતર્ગત મોરબીના માધાપર પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો
ભારતની દરેક કૃષિ યુનિવર્સિટી દ્વારા ગાજર ઘાસ નિર્મૂલ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, આ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી લોકોને ગાજર ઘાસ થી થતા નુકસાન વિશે સમજણ આપી શકાય અને કાર્યક્રમો થકી ખેતર , ફાર્મ હાઉસ, સ્કૂલ કે ઘરની આજુબાજુ ગાજર ઘાસ ન થાય તો શું કરવું તે અંગેની જાગૃતિ સમજ આપવામાં આવે છે.
ગાજર ઘાસ નિર્મૂલ સપ્તાહ અંતર્ગત મોરબીના માધાપર પ્રાથમિક શાળામાં સ્કૂલના બાળકોને ગાજર ઘાસ થી થતા નુકસાન અંગે સમજણ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલમાં બાળકોને આજુબાજુથી ગાજર ઘાસ કાઢી અને તેનું કમ્પોસ્ટિંગ કરી અને ખાતર બનાવવાનું અને આ બાબતે ગામડે જઈ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અને સાથે રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થી , શિક્ષકો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબીના વૈજ્ઞાનિક જોડાયા હતા.