મોરબી જીલ્લાની મહાવિદ્યાલય શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજ દ્રારા ઓધોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં T. Y. B. Com. ની વિધાર્થિનીઓને મુન્દ્રા (કચ્છ) સ્થિત અદાણી પોર્ટ (સ્પેશીયલ ઈકોનોમીક ઝોન) ની તથા ભુજ સ્થિત પારલે – જી પ્રાઇવેટ લિમીટેડની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
આ ઓધોગિક મુલાકાતમાં અદાણી પોર્ટ પર થતી દરિયાઈ વાણિજ્યક અને બિનવાણિજ્યક પ્રવૃત્તીઓ જેવી કે જહાજને લાંગરવા માટેની જેટ્ટી(દરીયાઈ પુલ), જહાજમાં માલસામાન ભરવા અને ખાલી કરવા માટેની અધત્તન અને વિશાળકાય ક્રેઈનો, જહાજનાં સ્વાગત અને લાંગરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું વિશિષ્ટ પ્રકારનું નાનું જહાજ એટલે કે ટગ, ખુલ્લા અને બંધબોડીના વિશાળકાય ગોડાઉનો, SEZ, CFS, CHA, FOB, CIF, Import Export Code અને અદાણી ગ્રૂપના ભવિષ્યના પ્રોજેક્ટ વિશેની બારીકાઈપુર્વક માહિતી પોર્ટ મેનેજર તથા સ્ટાફગણ દ્રારા પુરી પાડવામાં આવી હતી અને આવી અનેરી માહિતી મેળવતાની સાથે જ વિધાર્થિનીઓ આશ્ચર્યચકિત્ત થઈ ગઈ હતી.
તદુપરાંત પારલે – જી કંપનીમાં થતી વિવિધ કંપનીલક્ષી પ્રવૃતીઓ જેવી કે સંચાલનમાં ઉપયોગમાં આવતી 5’S ની પધ્ધતિ અને કંપનીની ઉત્પાદનપક્રિયામાં સ્વચ્છત્તા વિષેની સચોટ અને ઝિણવટભરી માહિતી પુરી પાડવામાં આવી હતી. ત્યારબાદ બિસ્કિટ બનાવવા માટે કાચા માલસામાનનું મિશ્રણ, પરિક્ષણ, મોલ્ડીંગ(ઘાટ), બેકિંગ(ઓવેન), કુલીંગ, પેકિંગ, વગેરે માહિતી પુરી પાડવામાં આવી હતી અને સાથોસાથ બધા વિધાર્થિનીઓને બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા.
મુલાકાતના અંતમાં ભુજમાં ભુજીયા ડુંગરની ગોદમાં બનેલ નવું અર્થકવેક મ્યુઝિયમ પણ મુલાકાત લીધેલ હતી જેમાં જુદી જુદી 6 ગેલેરી દ્વારા કચ્છ તથા કચ્છમાં આવેલ અર્થકવેકની વિગતવાર માહિતી મેળવી હતી.
આ ઔધોગિક મુલાકાતના સુંદર આયોજન માટે મહાવિધાલયના વિભાગાધ્યક્ષ મયુરભાઈ હાલપરા તથા સહઅધ્યાપક મિત્રો કેતનભાઇ કડીવાર, ધવલભાઈ સનારિયા, મિત્તલમેમ, નિકિતામેમ વગેરેએ ભારે જહેમત ઉઠાવી ઇન્ડસ્ટ્રીયલ વીઝીટને આનંદદાયક બનાવી હતી.