સહાયનો લાભ લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી શકાશે
સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૩-૨૪ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય, અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ), આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, વગેરે નવી બાગાયતી યોજનાઓમાં લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે.
બાગાયતદારોને ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂ.નં. ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.