લે…બોલો…હવે આ બાકી હતું માથક ગામની આંગણવાડીના બાથરૂમમાંથી 11 પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

વિશાલ જયસ્વાલ હળવદ : સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી દારૂ ઝડપાયો રહ્યો છે દારૂબંધીની વાતો તો માત્ર કાગળ પર જ છે એ વાત ને સાબિત થતી હોય તેમ હળવદની એક આંગણવાડી માંથી દારૂની બોટલો મળી આવી હળવદ તાલુકાના માથક ગામના ઝાંપા પાસે આવેલી આંગણવાડીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો છે.

મળતી માહિતી અનુસાર આંગણવાડીના સંચાલક સવારે આંગણવાડી ખાતે આવ્યા ત્યારે તેમને આંગણવાડીના બાથરૂમને તાળુ જોતા શંકા ગઈ હતી. જેથી તેમને ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી બાદમાં ગ્રામજનોએ આંગણવાડીનું તાળુ તોડી જોતા 11 પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂના જથ્થાને હળવદ કબજે કરી અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ દારૂ કોણે છૂપાવ્યો છે. એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.