માળીયા (મીં)પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરેલ વાહનોની હરાજી કરાશે

         માળીયા (મીં)પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ ના કામે ડીટેઇન કરેલ ૧૯ વાહનો તથા જી.પી.એકટ ૮(૨) મુજબ ૦૫ વાહનો તથા સી.આર.પી.સી. એક્ટ ૧૦૨ મુજબ ૦૫ CRPC-૪૧(૧)ડી ત્રી વ્હીલર ૦૧, બી.પી.એક્ટ-૧૨૪ મુજબ ૧ વાહન મળી કુલ ૩૧ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૧૩/૦૯/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાકે માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે.

આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦/-  તેમજ એટલી જ રકમનો ડ્રાફટ  હરાજી સમયે પોલીસ સ્ટેશન ખાતે, જમા કરવાનો રહેશે. હરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે તેમ માળીયા (મીં) પોલીસ સબ ઈન્સપેક્ટર દ્વારા જણાવાયું છે.