મોરબી : મહિલા કાર્યકરોએ નવી દિલ્હી ખાતે NASVI આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી

દેશ માં રાષ્ટ્રીય સ્તરે શેરી ફેરિયા અને નાના ધંધાર્થીઓ માટે PM સ્વ નિધિ યોજના અંતર્ગત કામગીરી કરતી રાષ્ટ્રીય સ્તર ના સંગઠન NASVI ની સ્થાપના ને 25, વર્ષ પૂર્ણ થતાં દેશ ના જુદા જુદા રાજ્યો માંથી લાભાર્થી ફેરિયાઓ માટે સેવાકીય કામગીરી માં મદદ કરતા મહિલા અગ્રણીઓ માટે નવી દિલ્હી ખાતે તા 26 સપ્ટેમ્બર 2023 ના રોજ રાષ્ટ્રીય કક્ષા ના ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન ના નિસ્વાર્થભાવે સામાજિક સેવાકીય કામગીરી કરતા કોઓર્ડીનેટર અસ્મિતાબેન ગોસ્વામી સહિત કુલ પાંચ મહિલા કાર્યકરો ,રેખાબેન દવે, કિરણબા જાડેજા , નુતનબેન વાઢેળ , , ધારાબેન ચુડાસમા, સહિત ના મહિલા કાર્યકરો એ મોરબી જીલ્લા ના લાભાર્થી ભાઈઓ બહેનો વતી ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યું હતું અને કાર્યક્રમ માં હાજરી આપીને લાભાર્થીઓ ને વધુ સારી રીતે યોજનાકીય લાભો સરળતાથી મળે એ માટે રજૂઆત અને સૂચનો પણ રજૂ કર્યા હતા.