મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ ખાતે રેકર્ડનું વર્ગીકરણ કરાયું

‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબીમાં જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે આગામી તારીખ ૦૪/૧૧/૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિવિધ સરકારી કચેરીઓના રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકા પંચાયત, ટંકારા તાલુકા પંચાયત અને આઈ.આર.ડી.શાખા, મિયાણી ગ્રામ પંચાયત વગેરે સરકારી કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં તેમજ તેમની સલાહ-સૂચન અનુસાર સરકારી રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.સરકારી કચેરીઓના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ તમામ સ્ટાફ દ્વારા આ રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી.